ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળી હતી.આ પ્રસંગે તેણે ક્રોશે ડ્રેસ પહેર્યો હતો. નોરા ફતેહી તેના શાનદાર નૃત્ય માટે જાણીતી છે. આ કારણે તે હંમેશાં તેના પ્રશંસકોને પ્રભાવિત કરવામાં સક્ષમ રહે છે. આવી જ રીતે નોરાએ તેના આ ખાસ લુક દ્વારા લોકોને પ્રભાવિત કર્યા હતા. મુંબઈમાં નોરા ફતેહી જોવા મળી હતી. આ પ્રસંગે તે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તેનો લુક એકદમ સુંદર હતો. આ પ્રસંગે તેણે સ્કિન રંગના શુઝ પણ પહેર્યા હતા.તેણે હાથમાં એક બેગ પણ રાખી હતી.આ બેગની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે નોરાએ ગળામાં સોનાનો હાર પણ પહેર્યો હતો. નોરા ફતેહીએ પહેરેલ હિલ્સની કિંમત 50 હજાર છે. નોરા ફતેહીએ તાજેતરમાં જ તેના નવા ગીત ‘છોડ દેંગે’ નો એક મ્યુઝિક વીડિયો રજૂ કર્યો છે. આ ગીત ગાયક-સંગીતકાર સાચેત અને પરંપરાની જોડીએ ગાયું છે. નોરા તેની આગામી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ માં જોવા મળશે. જેમાં અજય દેવગન, સોનાક્ષી સિંહા અને સંજય દત્ત પણ છે. તાજેતરમાં નોરા ડર્બી સ્ટાઇલમાં ફોટોશૂટ કરતી પણ જોવા મળી હતી. નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.તેની ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવે છે. સાથે જ તેણે ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર ડાન્સ પણ કર્યા છે.