Friday, November 22, 2024

જાણો કેમ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી ક્રેશ થઇ, રોકાણકારોએ કેટલું ગુમાવ્યું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો. નિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની સાથે ઇથેરિયમ, બાઇનેંસ કોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીમાં પણ મોટો કડાકો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોને 500 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હતું. સૂત્રના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં એક તબક્કે ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડ ડોલર ઘટી ગઈ હતી. જો કે બજારમાં થોડો રિકવરી આવી છે. બુધવારે બિટકોઇન લગભગ 30 ટકા ઘટીને 30,681 ડોલર થયો હતો, જે આ વર્ષે જાન્યુઆરી પછીનું સૌથી નીચું સ્તર છે. બિટકોઇનના 64,800 ડોલરના ટોચના સ્તરની તુલનામાં તે લગભગ 55 ટકા નીચે છે. ઇથેરિયમ તેના ટોચના સ્તર 4,362 ડોલરથી લગભગ 36 ટકા ઘટીને 2,850 ડોલર પર આવી ગયું હતું.

આ કારણે ઘટાડો થયો.
ચીનના ખતરાથી ઘટાડો – હકીકતમાં, ચીન એ બિટકોઇનમાં થયેલ ઘટાડાનું નું કારણ બન્યું છે. ચીનની સરકારી બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇનાના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ બજારમાં ન થવો જોઈએ કારણ કે તે વાસ્તવિક ચલણ નથી. ચીને ૨૦૧૭ થી વર્ચ્યુઅલ ચલણો પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળે છે. મંગળવારે રાત્રે આ સમાચારને પગલે બિટકોઇનમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત ટેસ્લાના સીઈઓ એલન મસ્કના વલણને કારણે બિટકોઇનમાં પણ ઘટાડો થયો છે. ત્રણ મહિનાની અંદર એલન મસ્કે પોતાનો નિર્ણય બદલીને કહ્યું કે ટેસ્લા કંપની હવે બિટકોઇનમાં પેમેન્ટ નહીં લે. તેમણે આબોહવાની ચિંતાને કારણે બિટકોઇન લેવાનો ઇનકાર કર્યો હતો. મસ્કે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીનો વિચાર ખૂબ જ શાનદાર છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તેની આપણા પર્યાવરણ પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. તેમણે કહ્યું કે ટેસ્લા હવે બિટકોઇનમાં કાર વેચશે નહીં.

બિટકોઇનની કિંમતમાં થયેલ થોડા સુધારાનુ કારણ એલન મસ્ક છે. બુધવારે સાંજે ક્રિપ્ટોકરન્સીમાં તીવ્ર ઘટાડા વચ્ચે તેણે ડાયમંડ અને હેન્ડ્સનું ઇમોજી ટ્વીટ કર્યું હતું. સોશિયાલ મીડિયામાં આનો અર્થ એ છે કે તમે કોઈ હોલ્ડિંગને કિંમત આપો છો. સરળ શબ્દોમાં કહીએ તો ટેસ્લા બિટકોઇનમાં પોતાનું હોલ્ડિંગ વેચશે નહીં. તેથી ક્રિપ્ટોકરન્સીમાં થોડો સુધારો થયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર