મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગણેશનગર મકાન નંબર -૧૨મા રહેતા અમીતભાઈ સુરેશભાઈ જંજવાડીયા (ઉ.વ.૨૧) એ આરોપી રાજનભાઈ હેમંતભાઈ ડાભી, ભરતભાઈ ડાભી તથા હેમંતભાઈ ડાભી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૫-૨૦૨૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી રાજનભાઈએ એ ફરીયાદીને કહેલ કે કેમ મારી બહેન સાથે પ્રેમ સબંધ રાખે છે.તે બાબતે ખાર રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ તેના હાથમા રહેલ છરી વડે ફરીવાર માથાના ભાગે એક ઘા મારી લોહિ નીકાળી તથા આરોપી ભરતભાઈએ તેના હાથમા રહેલ લોખંડની પાઇપ વડે એક ઘા મારી ફરિયાદીને માથાના ભાગે લોહિ નીકાળી તથા હેમંતભાઈએ, રાજનભાઈ તાથ ભરતભાઈનાનું ઉપરાણુ લઈ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી શરીરે મૂઢ ઇજા કરી હતી. જેથી ભોગ બનનાર અમીતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
