ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે પ્રશ્નો ઉઠવા એ સામાન્ય વાત કહી શકાય, જેના પર ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુસ્સે થયા હતા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળવા અંગેના પ્રશ્ન પર રાકેશ ટિકૈતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પક્ષના વડાને નહીં પરંતુ સીએમને મળ્યા હતા. તેમણે ગુસ્સામાં કહ્યું, “શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો, જેના માટે મારે ભારત સરકારની પરવાનગી લેવી પડે ?”
શું મુખ્યમંત્રીને મળવા માટે વિઝાની જરૂર છે?
સીએમ મમતા બેનર્જીને મળવા અંગે ઉભા કરાયેલા પ્રશ્નો અંગે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, શું સીએમને મળવા માટે વિઝાની જરૂર છે ? અમે નીતિઓ પર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળીશું. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે, અમે તેમને પણ મળીશું.
ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય કિસાન સંઘ વતી તમામ રાજ્ય સરકારોને તેમના આંદોલનને ટેકો આપવાની માંગ કરી હતી.બેઠક બાદ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, “આટલી મોટી જીત માટે હું બંગાળના લોકોને અભિનંદન આપું છું. હું અહીં સીએમ મમતા બેનર્જીનો આભાર માનું છું. આપણે વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે. સાથે જ તેમણે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન માટે આપણે વધુ સારા સંકલનની જરૂર છે. રાકેશ ટિકૈતે કહ્યું કે મમતા બેનર્જીએ અમને સમર્થનની ખાતરી આપી છે.