ધારાસભ્ય દુર્લભભાઈની છત્રછાયા હેઠળ શું ધુનડામા ખનીજ ચોરી થાય છે?
(સૌજન્ય થી ખાસ અહેવાલ)
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાં નાં એકદમ નજીક ના માણસો બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે ?
મોરબી જિલ્લા ખનીજ ચોરીનું હબ બની ગયું છે રેતી થી લઈને તમામ જાતની ખનીજ ચોરી મોરબી જિલ્લામા થય રહી છે ત્યારે સજનપર પાસે આવેલ ધુનડા ગામના તળાવમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે અને આ ચોરી કોઇ રસ્મિન નામના રાજકીય આગેવાનના ખાસ વ્યક્તિના નેજા હેઠળ થઈ રહી છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે શું ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈની રહેમ નજર હેઠળ આ ખનીજ ચોરી થઈ રહી છે.
મોરબી ખાણ ખનીજ વિભાગને ટેબલ નીચેનો વહીવટ મળી જતો હોઇ અને પોલિસને પણ મહિને નિવેદ પોચી જતું હોઇ તેના કારણે જિલ્લામા બેફામ ખનીજ ચોરી થઇ રહી છે માત્ર કેહવા પૂરતું જ ચેકિંગ થઇ રહ્યું છે તો સામે પક્ષે પોલિસને જેના હપ્તા સમયસર નથી મળતા તેને જ પરેશાન કરે છે આ સંજોગોમા જેની જવબદારી છે પ્રજાના જાનમાલની રક્ષા કરવાની તે પ્રજાના સેવકો જ ખનીજ ચોરી સામે આંખ આડા કાન કરતા હોવાનું સંભળાય રહ્યું છે. ધુનડાના તળાવમા છેલ્લા ઘણા સમયથી મોરામ માટી કાઢવામાં આવી રહી છે અને આ માટી ધારાસભ્યના નજદીકનો માણસ કાઢી રહ્યો છે અને તે દિવસ દરમિયાન મોટા ભાગનો સમય MLA ની ઓફિસ માંજ કાઢે છે તેવી ચર્ચા થઇ રહી છે જો આ વાત સત્યના હોઈ તો ખુદ એમ.એલ.એ જ આ ખનીજ ચોરી તાત્કાલિક અટકાવી સાબિત કરે કે તેઓના આશીર્વાદ નથી.
વધુમાં આ ખનીજ લીઝ ઉપર કાઢવામાં આવી રહ્યું છે તેવો બચાવ પણ કરવામાં આવે પણ લીઝ બહુ સમય પેહલા પુરી થઇ ગઇ છે અને કદાચ ચાલુ હશે તો પણ જે જગ્યાએ લીઝ મળી છે તે જગ્યાને બાદ કરતા હવે ખોદાય કરી ચોરી કરતા હોવાની ચર્ચા છે.