Tuesday, September 17, 2024

ખેલ મહાકુંભ–૧૧ ના વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કાર માટે ૧લી સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવવા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ખેલ મહાકુંભનાં-૧૧માં સંસ્કરણમાં મોરબી જિલ્લા કક્ષાએ અનેક ખેલાડીઓ વિજેતા થયેલ છે. જે વ્યક્તિગત કે ટીમ રમતમાં૪થી વધારે ટીમ/સ્પર્ધક હોય તેને રોકડ પુરસ્કાર મળવા પાત્ર છે. આવા વિજેતા ખેલાડીએ રોકડ પુરસ્કારનાં ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી ખાતે જમા કરવવાના બાકી હોય તો તેવા તમામ વિજેતા ખેલાડીઓએ તા.૦૧-૦૯-૨૦૨૨ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં અત્રેની
કચેરી ખાતે જમાં કરાવવા સુચના આપવામાં આવે છે. અન્યથા રોકડ પુરસ્કાર બાબતે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. જે બાબતે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જવાબદાર રહેશે નહી. જેની ગંભીર નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે.

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ -૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ હતુ. આ ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય
લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો છે તેવું જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર