મોરબી : માતૃશ્રી સ્વ. શાંતાબેન (ચંપાબેન) ગંગારામભાઈ ભીમાણીના શ્રદ્ધાંજલિ નિમિતે તા. 12-2-2025ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ગોમટેશ્વર મહાદેવ મંદિર, ખાનપર (ને.) ખાતે જરૂરિયાતમંદ ગૌ-શાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભજનિક નિલેશ ગઢવી અને હાસ્ય કલાકાર હિતેશ અંટાળા ભજનની રમઝટ બોલાવશે. ત્યારે આ લોક ડાયરાનો લાભ લેવા જગદીશભાઈ ગંગારામભાઈ ભીમાણી, ઈશ્વરભાઈ ગંગારામભાઈ ભીમાણી, ઠાકરશીભાઈ વેલજીભાઈ ભીમાણી થથા સમસ્ત ભીમાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)