ધરતી પોતે રે પોતાના ધન નથી ખાતી રે ઉપકારી જેનો આત્મા, રાજપર ની ધરતી નું પેટ ચીરતા ખનીજ ચીરો
હાલ રાજ્ય સરકાર લોકો ની જરૂરિયાત ને પહોંચી વળવા જંત્રી, મેમો,ટોલ નાકા જેવા જુદા જુદા કર વધારી રહી તેનું કારણ ખનીજ ચોરી છે કેમ કે અત્યારે સરકારી તિજોરી ની રોયલ્ટી આવક તો ખનીજ ચોરો ખાઇ રહ્યા છે
મોરબી ના રાજપર ગામ કે જે ખનીજ અધિકારી અને કલેક્ટર ઓફિસ થી ફકત ૯ કિલો મીટર આવેલું છે ત્યાં ખનીજ માફિયા દ્વારા ધરતી ની છાતી ચોરી ખનીજ કાઢી રહ્યા છે જાણે કોઈ જ ડર ન હોય
રાજપર ગામ ની ચારે કોર જેમકે રાજપર થી પંચાસર જવાના રસ્તા પર, રાજપર થી નસીતપર જવાના રસ્તા પર અને નવા રાજપર ગામની પાછળના ના વિસ્તારમાં પણ ધોળા દિવસે ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ વિભાગ ધાબળા ઓઢી ને સૂતું છે, ખનીજ ચોરો ની આવી હિંમત કિયાક ને ક્યાંક વાળ માં જ છીંડા હોવાના સંકેત આપે છે
ગામ લોકો ની પણ અવાર નવાર રજુવત છે કે ખનીજ ચોરો ગામ ને કોતરી રહ્યા છે જે ખાડાઓ માં ઢોર પડતા મોત થઈ અને એની વાસ થી જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે.આ બાબતે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં છે કે પછી બંડલ ની નોટો નો હેવી ડોઝ લઈ ને આરામ થી સૂતું છે.જેને જગાવવા SMC ના ઇન્જેક્શન ના ડોઝ આપવા પડશે તેવું લાગી રહ્યું છે