Thursday, January 16, 2025

હળવદના વિવાદિત પીઆઇની બદલી પાછળ રાજકારણ હાવી:ખાખી ઉપર ખાદી હાવી થઈ !!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

(ડરની રાજનીતિ ઉપર અહેવાલ ) હળવદમા એલસીબીએ જુગારની રેડ કર્યા બાદ જે આખી ઘટના બની તેના બાદ હળવદના પીઆઇની બદલી માટે અમુક બની બેઠેલા રાજકીય આગેવાનોએ સરકાર ઉપર બદલીનું દબાણ કર્યું અને તાત્કાલિક બદલી થાય ગઈ ત્યારે આ ઘટના ચર્ચામા આવી છે કે શું સરકાર માત્ર તેના મળતિયાઓ માટે જ છે પ્રજાએ અને ખાસ કરી સામાન્ય પ્રજાએ જોયે રાખવાનું.

હળવદમા જુગારની રેડ બાદ જામીન માટે જે મોડી રાત્રે લપ થઈ અને અમુક બની બેઠેલા ભાજપના આગેવાનો અને પીઆઇ વચ્ચે માથાકૂટ થઇ તેમાં આગેવાને મેથીપાક ખાધો બાદમાં લાલા ગાલ લઇ ગૃહમંત્રી પાસે ગયા હતા અને આ બાબતે રજુઆત કરી હતી જેના કારણે આખા ગામના છોકરાની સાથે જગડા કરી ઘરે પાછો આવતો દીકરો મને નિર્દોસ લાગે તેમ ગૃહ મંત્રીને પણ પોતાના પાગીયા નિર્દોષ લગતા પીઆઇની બદલીનો હુકમ એસપીને કર્યો હોવાની વાત ખૂબ ચર્ચાઈ રહી છે

જો કે એસપીએ જે તે સમયે તાત્કાલિક પગલાં ના ભરતા પાગીયા રઘવાયા થયાં હતા અને ગૃહ મંત્રીને એવો ફોને કર્યો હતો કે જો તમારાથી બદલીના થતી હોઈ તો અમે ભાજપમાંથી રાજીનામાં આપી દઈ રાજીનામાની વાત સાંભળી ગૃહ મંત્રીએ એસપીની ફોને કરી ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક બદલી માટે હુકમ કર્યો હતો જેને કારણે પીઆઇને લિવ રિઝર્વ મા મુકાયા છે જો કે આ કોઈ મોટી વાત નથી પોલિસ વિભાગમાં એવું થતું રહેતું હોઈ છે પણ આ ઘટનામાં રાજકીય આગેવાનને માત્ર એક બે ફડાકા ખાવા પડ્યાને અધિકારીની બદલી થઈ ગઈ બાકી આ અધિકારી પ્રજાનું લોઈ ચૂસી લે છે ત્યારે આ ગૃહ મંત્રી કે તેની સરકાર ક્યાં જાય છે શું પ્રજા માટે તેમની કોઈ જવાબદારી નથી બનતી.

બીજી મહત્વની વાત આ લોકો જે બદલી માટે એટલું દબાણ કરતા હતા તે કોઈ હોમ હવન કરતા નથી પકડાયા તે જુગારનો હાટડો ચલાવતા હતા અને એલસીબીએ રેડ બાદ એવુ તે ક્યુ પ્રોમિસ આપ્યું હતું કે આ લોકો રાત્રે જામીન માટે ધમપછાડા કરતા હતા અને રેડનો થઈ હોત તો રાત્રે વાડીમા ચોરની જેમ છુપાતા છુપાત જુગાર રમવાના જ હતા તો રાતે ઘરે જવા આટલી માથાકૂટ શા માટે શું જુગાર રમે અને લોકઅપ માં પણ આ લોકો ના રહે આવા તે વરી કેવા લાડ સાહેબ અને ગૃહ મંત્રી અને સરકાર આવા જુગારીઓ સામે આખી જુકી જાય અને પોલીસની આબરૂ બે કોડીની કરી નાંખે શું… આ સવાલનો જવાબ પ્રજા નહિ તમારા મતદાતા માંગી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું તમારા પગીયાઓની અવભગત માટે જ અમે તમને મત આપી અહીં મોકલ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર