મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી 38 લાખથી વધુ રૂપિયા પડાવ્યા
મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દર અઠવાડિયે એક એક પ્રકાશિત થઈ રહ્યા છે તેમ છતા લોકો આવી લોભામણી લાલચમાં ફસાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં એક મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું લોભામણી લાલચ આપી મહિલા પાસેથી આરોપીઓએ બેન્ક એકાઉન્ટમાં રોકાણ કરાવી રૂ. 38,32,299 આજદિન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે નિલકંઠ સોસાયટીમાં રહેતા રાજલક્ષ્મીબેન બાલાજીરાવ પ્રીંજલાએ આરોપી મોબાઇલ ધારક તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદિને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદિને અલગ અલગ તારીખે આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂ,૩૮,૩૨,૨૯૯/- નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી તેમજ આરોપીઓએ ફરીયાદિના રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદિ સાથે છેતરપીંડી કરનાર મોબાઈલ નંબર ધારક તથા ચાર બેન્ક એકાઉન્ટ સહિત પાંચ ધારકો સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.