Sunday, September 8, 2024

‘કેસરિયો’ રંગ તને લાગ્યો ઓલા…મોરબી : રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી મોરબી શહેરમાં ચરમસીમાએ છે જેમાં મોરબી શહેરની સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં આવેલ એસ.પી રોડ, રવાપર રોડ, શનાળા મેઈન રોડ, બાપા સીતારામ ચોક, વિજય ટોકીઝ રોડ, અવની ચોકડી, નગર દરવાજા ચોક, વાઘપરા અને માધાપર સહિત અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં માર્ગો ઉપર કેસરી ધર્મધ્વજ તેમજ ઠેર-ઠેર ધ્વજા-પતાકા લગાવવામાં આવ્યા છે. અત્યારથી જ શહેરમાં ધર્મમય વાતાવરણ બની ગયું છે.

તા. ૨૨ ને સોમવાર સુધીમાં સમગ્ર મોરબી શહેર ‘અયોધ્યા’ ના રંગે રંગાઈ જશે. તમામ રસ્તાઓ, શેરી, મહોલ્લા અને ઘરો પર કેસરી ધ્વજ ફરકાવાશે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને રાષ્ટ્રીય દિવાળી જાહેર કરાઈ છે ત્યારે સવારથી જ નાના ભૂલકાઓ ઠેર-ઠેર ‘જય શ્રી રામ’ ના એક ગગનભેદી નાદથી વાતાવરણને ધર્મમય બનાવશે. સોમવારે સવારે વહેલી સવારથી સાંજ સુધી શહેરના તમામ મંદિરોમાં વિશેષ આરતી, મહાપૂજા તેમજ લોકો પોતાનાં ઘરોમાં દિવડા પ્રગટાવી દિવાળી ઉજવશે તો બીજી તરફ અયોધ્યામાં રામ રાજ્યાભિષેકમાં ગુજરાતની સુવાસ ફેલાઈ છે જેમાં ગુજરાતમાંથી ૧૦૮ ફૂટની અગરબતી, ધર્મધ્વજનો દંડ તેમજ વિશાળ નગારૂ મોકલવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર