કાયદાની સલાહ આપતાં જ કાયદો તોડી લોકોને લૂંટી રહ્યા છે: બે સામે ગુન્હો નોંધાયો
આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ સરડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં કાયદાની સલાહ આપતા જ સલાહકારો કાયદો કેવી રીતે તોડવો તે લોકોને શિખવી રહ્યા છે. ત્યારે આવો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે મોરબી શહેરમાં રહેતા અને તમામ પ્રકારના કાયદાના સલાહકાર એડવોકેટ વિજયભાઈ સરડવા નામના આરોપીએ મોરબીના શનાળા રોડ સુપર માર્કેટમાં આવેલી ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની આઇ.ડી. નંબર ૭૦૦૩૫ નંબર વાળી કિટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમા કોઇપણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઈડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરી લોકો પાસેથી ઉઘાડી લુંટ ચલાવતા હતા. એક આધારકાર્ડ કઢાવવા કે સુધારો કરવામાં માટે લોકો પાસેથી રૂ. ૨૫૦૦ પડાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું. તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા આરોપી વિજયભાઈ સરડવા અને પોસ્ટમેન જયેશભાઇ સરડવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ B.N.S. કલમ-૩૧૯(૧),૩૧૮(ર), ૩૩૬(ર), ૩૩૮,૩૪૦(ર),૨૦૪ તથા આધાર અધિનિયમ- ૨૦૧૬ની કલમ ૩૬,૩૮,૩૯, તથા આઇ.ટી. એકટ ૬૬.(સી), ૬૬(ડી), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.