કળશ યોજના અંતર્ગત નાની વાવડી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી: ઉમિયા માતાજી સિદસર દ્વારા ચાલતી કળશ યોજના અંતર્ગત મોરબી જીલ્લા મહિલા સમિતિ દ્વારા ગઈ કાલે મોરબીના નાની વાવડી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
ઉમિયાધામ સિદસર દ્વારા માં ઉમિયાના ચરણોમાં ૨૫૧ કળશ પૂજન દ્વાારા માં ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ઉમીયા ધામ સિદસર દ્વારા ચાલતી પ્રવૃત્તિમાં કળશ યોજના અંતર્ગત મોરબી જીલ્લા મહિલા સમિતિ દ્વારા ગઈ કાલે રવિવારના રોજ મોરબીના નાની વાવડી ખાતે કળશ પુજન, મહિલા સંમેલન તથા મહા આરતીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાની વાવડી મહિલા સમિતિના સઘન પ્રાયાસોથી કળશોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. અને મહિલા સમિતિ દ્વારા કળશ પૂજનનુ મહત્વ, સામાજીક પ્રશ્નોની છણાવટ, કુરીવાજો તથા ખોટા ખર્ચાઓનો વિરોધ વગરે જેવા મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યું હતું.