મોરબી જિલ્લામાં ૩ ડિસેમ્બરથી થઈ રહ્યો છે કલામહાકુંભનો આરંભ
તા.૩ ડિસે. મોરબી, ૪ ડિસે. વાંકાનેર, ૯ ડિસે. હળવદ, ૧૦ ડિસે. ટંકારા તથા ૧૧ ડિસે. માળિયા(મિ) ખાતે વિવિધ સ્પર્ધા યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૩-૨૪નો આરંભ તા. ૦૩/૧૨/૨૦૨૩ના રોજ મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધાથી થનાર છે.
કલા અને સંસ્કૃત્તિના સુભગ સમન્વય દ્વારા આયોજીત તાલુકા કક્ષાનો આ કલામહાકુંભ તમામ તાલુકામાં યોજાનાર છે. આ કલામહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનુ રહેશે.
જેમાં મોરબી તાલુકા કક્ષાનો કલામહાકુંભ તા.૦૩/૧૨/૨૦૨૩ના રોજ અભિનવ સ્કુલ ખાતે સવારે ૮.૦૦ કલાકે. વાંકાનેરમાં તા. ૦૪/૧૨/૨૦૨૩ ના રોજ શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સવારે : ૮.૦૦ કલાકે, હળવદમાં તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ મહર્ષિ ગુરૂકુળ ખાતે બપોરે ૨.૦૦ કલાકે, ટંકારા તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ નાલંદા વિદ્યાલય, વિરપર ખાતે સવારે : ૮.૦૦ કલાકે અને માળીયા (મિ.) ૧૧/૧૨/૨૦૨૩ ના રોજ મોડેલ સ્કુલ – મોટી બરાર ખાતે બપોરે : ૨.૦૦ કલાકે યોજાનાર છે.
તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધક તેમજ સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધામાં ફોર્મ ભરેલ તમામ સ્પર્ધકોએ તા. ૧૭/૧૨/૨૦૨૩ના રોજ સાર્થક વિદ્યામંદીર – મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.