જુગાર પટેલ સમાજના લોકો રમે અને જીતે પોલીસ !!
આ બાબતે અગાઉ ટંકારાનાં પુર્વ ધારાસભ્ય લલિત કગથરા એ જુગાર બાબતે ટીવી ચેનલ પર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા
મોરબી (સૌજન્યથી) :શ્રાવણની શરૂઆત સાથે જ શ્રાવણીયો જુગાર મોરબીમાં ચાલુ થય ગયો છે આમ તો લોકો માટે આ મહિનો ઉપવાસનો મહિનો હોય છે પણ મોરબી જિલ્લા પોલીસ માટે આ મહિનો ધરાઈને ખાઈ લેવાનો મહિનો હોય છે અને આ વર્ષે પણ જુગારની બહુ રેડ કરી અને ધરાઈને ખાઈ લીધું પણ મોરબી પોલીસનું જાણે કે પેટ હજુ નથી ભરાયું તો ભાદરવામાં રાંદલના પ્રસંગેમાં યોજાતા જુગારમાં પણ હવે મન મૂકી ખાઈ રહ્યા છે.
મોટાભાગે ભાદરવા મહિનામાં રાંદલમાને તેડવાનો અવસર હોય છે અને વધારે પાડતા પાટીદાર સમાજના લોકો આ મહિનામાં રવિવાર અને મંગળવારે રાંદલનો પ્રસંગ યોજતા હોય છે. હવે આ ધાર્મિક પ્રસંગેમાં પણ જુગાર રમવાનું વધતું જઈ રહ્યું છે અને તેનો સીધો લાભ પોલીસ લઇ રહી છે શ્રવણ મહિના પછી જે કાઈ જુગારની રેડ થઇ તેમની મોટા ભાગની રેડ રાંદલના પ્રસંગ ઉપર થઈ છે અને આ રેડ મોટા ભાગે પાટીદાર પરિવારના રાંદલના પ્રસંગેમાં જ થઈ છે જે સમાજનો ઝંડો લઇ ફરતા પાટીદારના તમામ નેતાઓ માટે ડૂબી મારવા જેવી વાત છે તેવી ચર્ચા પાટીદાર સમાજમાં થઈ રહી છે. કેમ કે પોલીસ રેડ કરી પ્રસંગ તો બગાડે જ છે ઉપર થી પટના મોટા ભાગના રૂપિયા ખીસામાં નાખી દયે છે.
આ અંગે જાણવા મળેલી બિનસત્તાવાર માહિતી જો સાચી માની તો હજુ બે દિવસ પેહલા ઘુંટુ રોડ ઉપરની સોસાયટીમાં જે રેડ પાડી હતી તેમાં 7 લાખ ઉપરનો પટ હતો તેવી ચર્ચા થઈ રહી છે પણ તાલુકા પોલીસે દેખાડ્યો કેટલો 3 લાખ ઉપરનો જો સાત લાખ ઉપરના પટની વાત સાચી તો બીજા રૂપિયા ગયા ક્યાં..? જો કે આવી ઘટના તો દરેક રેડમાં ઘટે જ છે પણ જુગારીને પણ જલ્દી છૂટી ઘરે જવું હોઈ એટલે બધું બરાબર છે કરી જામીન લઇ જતો રહે છે.
પોલીસની પોલ ખોલી જુગારને પ્રોત્સાહન આપવાની અહીં વાત નથી તે પાછું રત્ન દુઃખિયા સમજી લે જુગાર રમવું તે ખોટું જ છે અને કાયદાની વિરુદ્ધ જ છે પણ રાંદલ જેવા પ્રસંગ ઉપર રમતા જુગારમાં રેડ કરી જુગારી પકડવા અને પછી એનો પટ ઓછો દેખાડવો તે પણ કાયદામાં ક્યાય નથી માટે મોરબી તાલુકામાં બનેલી આવી ઘટના અંગે તપાસ થવી જોઈ અને ભવિષ્યમાં જુગારની રેડ થાય તેનું વિડિઓ શુટિંગ કરવામાં આવે તો પોલીસ પણ સાચો પટ દેખાડે અને સાચી રીતે ગુનો નોંધવો પડે પોલીસે પણ એવું કરે કોણ અને કરાવે કોણ..?બાકી ઓછો પટ દેખડી પોલીસ પણ જુગારનો સામાન્ય કેસ કરી નાંખે એટલે જલ્દી જામીન થાય જાય.
અહીં બીજી ખાસ વાતએ કેહવાની છે કે મોરબી જિલ્લામાં ઉપર થી લઇ નીચે સુધી પટેલ સમાજના આગેવાનો છે છતાં પોલીસના હાથમા કોઈ નાના ગુનામાં આવી જાય તો પણ એક લાખ થી વહીવટ ચાલુ થાય છે આ બાબત પટેલ સમાજના આગેવનો માટે ડૂબી મારવા જેવી છે કે ઉપજ તું ફદિયાનું પણ નથી ને ઉપડ પૂછો નઈ એવા અને હા વાત પટેલ સમાજની નીકળી જ છે તો એક રમૂજની વાત કહી કરી જે એક પોલીસ કોન્સ્ટેબલના મોઢે જ સાંભળી છે કે જે તે સમયે મોરબીમાં એક પી. આઈ હતા જે સવારે પોલીસ સ્ટેશને આવે તેના પહેલા ભગવાનને પૂજા કરતા અને કેહતા કે કાઈ નો કરોતો તો કાઈ નહિ પણ જે આરોપી મોકલો તે પટેલ મોકલજો હવે આ વાત ઉપર થી સમજી સકાય છે આરોપી તરીકે પટેલ સમાજની કેટલી ડિમાન્ડમાં છે.