Friday, November 22, 2024

Jio સાથે મળીને Google ભારતમાં લોન્ચ કરશે અફોર્ડેબલ સ્માર્ટફોન,મળશે વધુ સસ્તા ઇન્ટરનેટ ડેટાનો ફાયદો: સુંદર પિચાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપની જિયોની ભાગીદારીમાં સસ્તા સ્માર્ટફોન બનાવી રહી છે. ગયા વર્ષે ગૂગલે જિયો પ્લેટફોર્મ પર 33,737 કરોડ રૂપિયામાં 7.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે જ બંને દિગ્ગજ ટેક કંપનીઓએ ભાગીદારીમાં એન્ટ્રી લેવટ અફોર્ડેબલ સ્માર્ટફોન બનાવવા માટે કોમર્શિયલ એગ્રીમેન્ટ કર્યું હતું.

ગૂગલની મદદથી દરેક ઘર સુધી પહોંચશે ઇન્ટરનેટ

એશિયા પેસિફિકના સિલેક્ટ રિપોર્ટર સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, અમે એફોર્ડેબલ ફોન બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને જિયો અને ગૂગલ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે ફોનના લોન્ચ અને પ્રાઇસિંગની વિગતો જાહેર કરી નથી. જો કે એ વાતની પુષ્ટિ થઈ છે કે ફોન સસ્તા ડેટા સાથે રજૂ કરવામાં આવશે. આનાથી વધુને વધુ લોકો સુધી ઇન્ટરનેટ એક્સેસ વધશે. ગૂગલે ગૂગલના ઇન્ડિયા ડિજિટલલાઇઝેશન ફંડમાંથી જિયો પ્લેટફોર્મમાં રોકાણ કર્યું છે, જેની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં સુંદર પિચાઈએ દેશમાં ડિજિટલલાઇઝેશન ડ્રાઇવને વેગ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 75,000ની રોકાણની યોજના રજૂ કરી હતી.

ગૂગલ વર્ષના અંત સુધીમાં મોટી જાહેરાતો કરશે.

ગૂગલ ઇન્ડિયા ડિજિટલલાઇઝેશન ફંડ (આઇડીએફ)માં 10 અબજ ડોલર મૂકી શકે છે. આ સાથે જ આ વર્ષના અંત સુધીમાં અન્ય કેટલીક મોટી જાહેરાતો જાહેર થઈ શકે છે. સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, આ રોગચાળાએ લોકોના જીવનમાં ટેકનોલોજીની જરૂરિયાતને પ્રકાશિત કરી છે. આપણે ટેકનોલોજીના મહત્વને સમજીએ છીએ. તેથી જ અમે રોગચાળાના યુગમાં ગૂગલ મીટ રજૂ કર્યું. તેઓ સસ્તી કિંમતે સ્માર્ટફોન અને કમ્પ્યુટર રજૂ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. સુંદર પિચાઈએ આગામી દિવસોમાં લોન્ચ થનારી Google I/O 2021 ઇવેન્ટમાં પોતાના કેટલાક અદભૂત આગામી પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું છે. તેમાં નવી પ્રાઇવસી સેટિંગ્સ, નવા AI ટૂલ્સ, એન્ડ્રોઇડ 12 સોફ્ટવેર અપડેટ્સ શામેલ છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર