રિલાયન્સ જિઓએ તેના ગ્રાહકો માટે નવી રિચાર્જ ઓફર રજૂ કરી છે, જે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. જિઓ રિચાર્જ ઓફરનો લાભ ફક્ત 28 ફેબ્રુઆરી 2021 સુધી મેળવી શકાય છે. આ ઓફર હેઠળ, રિચાર્જ કરવા પર કેશબેક અને ઇનામ જેવી ઓફર ઉપલબ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જિયોના રિચાર્જ પર 100 રૂપિયા સુધીની કેશબેક અને 1000 રૂપિયા સુધીનું ઇનામ પણ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આ ઓફર વિશે વિગતવાર
Paytm સાથે રિચાર્જ પર ઓફર
નવી ઓફર અંતર્ગત, જો તમે પેઈટીએમ પરથી તમારો જિયો નંબરમાં રિચાર્જ કરશો, તો તમને 100 રૂપિયા સુધીની કેશબેક મળશે. આ ઓફર જિઓના નવા ગ્રાહકો માટે પ્રથમ, બીજા અને ત્રીજા રિચાર્જ માટે છે. તે જ સમયે, જૂના ગ્રાહકોને 1000 રૂપિયા સુધીના ઇનામ મળી રહ્યા છે. આ ઓફર મેળવવા માટે, તમારે પેટીએમથી ઓછામાં ઓછા 48 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. ઈનામ રૂપે, તમને કૂપન્સ મળશે જેનો ઉપયોગ તમે ખરીદી વગેરેમાં કરી શકશો.
PhonePe ની સાથે કરો રિચાર્જ
જો તમે નવા જિયો ગ્રાહક છો અને PhonePe સાથે રિચાર્જ કરો છો, તો તમને 140 રૂપિયા સુધીની કેશબેક અને એક 260 રૂપિયાનું સ્ક્રેચ કાર્ડ ઇનામ મળશે. 140 રૂપિયાનું કેશબેક બે ભાગમાં મળશે. પહેલા રિચાર્જ પર 80 રૂપિયા કેશ બેક અને બીજા અને ત્રીજા રિચાર્જ પર 60-60 રૂપિયાનું કેશબેક મળશે. સાથે જ, જુના અથવા હાલના ગ્રાહકોને પ્રથમ રિચાર્જ પર 120 રૂપિયા સુધીની કેશબેક મળશે, જોકે આ ઓફર યુપીઆઈ આઈડી સાથે રિચાર્જ કરવા પર પણ લાગુ થશે. PhonePe ની આ ઓફર મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 125 રૂપિયાનું રિચાર્જ કરવુ પડશે.
Amazon ની સાથે રિચાર્જ ઓફર
Amazon સાથેની જિઓ ઓફર વિશે વાત કરીએ તો, એમેઝોન પે પર 125 રૂપિયા સુધીનું ઇનામ મળી રહ્યું છે, જે નવા અને જૂના બંને ગ્રાહકો માટે છે. આ ઈનામનો ઉપયોગ એમેઝોન શોપિંગમાં પણ થઈ શકે છે.
Mobikwik ની સાથે રિચાર્જ ઓફર
મોબીક્વિક સાથે પહેલી ઓફર યુપીઆઈના 149 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ પર 5% કેશબેક છે. તેમાં મહત્તમ 50 રૂપિયાનું કેશબેક છે. નવા ગ્રાહકોએ ઓફરનો લાભ લેવા માટે ‘NJIO50’ કોડ દાખલ કરવો પડશે. હાલના ગ્રાહકો ‘JIO50P’ કોડ સાથે 50 ટકા (મહત્તમ 100 રૂપિયા) સુધીનું કેશબેક મેળવી શકે છે.