Thursday, December 26, 2024

મોરબી જિલ્લા પંચાયતમાં જુથ વાદ નાં લબકારા:સમિતિની રચના નાં થતા અનેક તર્ક વિતર્ક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની રચના થયા બાદ બાકીના સદસ્યો વિવિધ 8 સમિતિની રચના થવાની રાહ જોઈ રહ્યા હતા અને આજે સમિતિની રચના માટે જિલ્લા પંચાયતના સભા ખંડમાં નવ નિયુક્ત પ્રમુખ હંસાબેન પારધીના અધ્યક્ષતામાં ખાસ સભા મળી હતી.

પ્રમુખ હંસાબેન પારધીની મંજુરી સાથે સભાની શરુઆત થઇ હતી અને અગાઉની સામાન્ય સભામાં થયેલા ઠરાવ અને પ્રોસીડીંગને બહાલી આપવામાં આવી હતી બાદમાં પ્રમુખ દ્વારા માત્ર કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ અને તેમના ચેરમેનની નિમણુક કરી હતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે પાર્ટી દ્વારા અગાઉથી જાહેર કરાયેલ પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ સોનગરા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડાની નિમણુક કરીછે તો ૬ સમિતિઓની રચના ને મુલતવી રાખી હતી. અચાનક માત્ર બે સમિતિની બહુમતીથી નિમણુક થયા બાદ શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા અને બાળ કલ્યાણ યુવા પ્રવુતિ સમિતિ,અપીલ સમિતિ,જાહેર બાંધકામ સમિતિ વગેરેની જાહેરાત કરવામાં આવી ન હતી અને આ બાકી રહેલી સમિતિની રચના આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવો બચાવ કરતા ભાજપ શાસિત પંચાયતમાં હાલ સબ સલામત ન હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે અને એવી પણ ચર્ચા સામે આવી રહી છે કે કેટલાક સદસ્યો ભૂતકાળમાં ચેરમેન હતા તે સમિતિના ફરીથી ચેરમેન બનવાં માંગે છે પરંતુ પક્ષ તેમને ફરીથી એના એજ સભ્ય રીપીટ કરવાના મૂડમાં નથી તેના બદલે નવા ચહેરાને સ્થાન આપવા અને જો સભ્ય પૂરતા ન હોય તો વિભાગ બદલી નાખવામાં આવે તેવી સુચના છે પરંતુ ભાજપના સદસ્યો ટસના મસ ન થતા જાણે આંતરિક વિવાદ વધ્યો હોય અને ધીમે ધીમે સામે આવી રહ્યો હોય તેવા સવાલ ઉઠી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર