વાંકાનેરના જેતપરડા સીમમાં આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત
વાંકાનેર: વાંકાનેર જેતપરડા સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીકમા કામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમા શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેર જેતપરડા સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીકની મજુર ઓરડીમાં રહેતા રાજેન્દ્રકુમાર હરીરામ યાદવ (ઉ.વ.૩૭) ગત તા.૨૮-૦૫-૨૦૨૪ ના રોજ વાંકાનેર જેતપરડા સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીકમા કામ કરતા હતા ત્યારે પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રીક મોટરમા શોર્ટ લાગતા રાજેન્દ્રકુમાર હરીરામ યાદવ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.