Friday, November 15, 2024

જેલ ચોક થી લિલાપર ચોકડી સુધીનો રસ્તો કમર તોડી નાખે અને જીવલેણ સાબિત થાય છે તેના માટે જવાબદાર કોણ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જેલ ચોકથી લિલાપર ચોકડી સુધીનો રસ્તો ખૂબ દયનીય હાલતમાં છે જો આગામી સમયમાં રોડ નવો બનાવવામાં નહી આવે તો મોરબી તાલુકા રાજપૂત કરણી સેના લોકોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરશે અને ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરશે.

મોરબી તાલુકા રાજપૂત કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હમણાં થોડા દિવસ પહેલા જ લિલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ રાહદારીને જાનહાનિ થઈ નહોતી . પરંતુ ક્યાં સુધી ત્યાંની પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડશે ? પ્રજાને પડતી પારાવાર મુશ્કેલી ક્યા સુધી સહન કરવાની ?

જો કોઈ પ્રેગનેટ બહેનને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવો રસ્તો છે અને લોકોને જો ત્યાંથી રોજ પસાર થવાનું રહેતું હોઈ તો થોડા દિવસોમાં કમરનો દુખાવો પણ થઈ જાય એવી બિસ્માર હાલત માં રોડ રસ્તા છે. ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે એટલે એમના સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે કે શું એ પણ સત્તાધીશો પાસે થી હું જાણવા માંગુ છું.

જો કે આ વિસ્તારના મોટા ભાગના લોકો હંમેશા સતાધારી પક્ષની સાથે રહ્યા છે પરંતુ કમનસીબે તેમનું કોઈ સાંભળનારુંના હોઈ એવું લાગે છે. અને નિરાધાર ગૌ માતાની અનેક ગૌ શાળા પણ આવેલી છે સમગ્ર પંથકમાથી ગૌ માતાને અહીંયા આધાર મળે છે પણ અહીંયાના લોકો જાણે નિરાધાર હોઈ એવું લાગી રહ્યું છે. જો આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે રોડ રસ્તા બનાવવામાં નહિ આવે તો લોકોને સાથે રાખી કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે અને ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર