ભક્તિનગરમાં જન્માષ્ટમીએ રાસગરબા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન
મોરબી: મોરબીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે. ત્યારે મોરબીના ભક્તિનગરમાં બજરંગ યુવક મંડળ ભક્તિનગર દ્વારા તા.26ને સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે ૮ વાગે રથયાત્રા રાખેલ છે અને રથયાત્રા પુરી થાય એટલે રાસ ગરબાનું આયોજન કરેલ છે.અને ૧૨ વાગે મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ છે. તેથી ભક્તિનગર બજરંગ યુવક મંડળ દ્વારા ભક્તિનગર અને બહાર ગામ રહેતા બધા લોકોને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.