લે બોલો..: જન્માષ્ટમી મેળા માટે નગરપાલિકાના ગ્રાઉન્ડની બોલી લગાવનાર એકપણ વ્યક્તિએ પૈસા ન ભર્યા, હવે શું….?
અધધ 18 લાખ બોલી લગાવનાર પાર્ટીની પૈસા ભરવામાં પાછીપાની, હવે આગળ શું થશે તેના પર લોકોની નજર
વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની વાંકાનેર નગરપાલિકા દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હોય, જેમાં લોકમેળા માટેનું મેદાન ફક્ત ત્રણ બોલી બાદ અધધ રૂ. 18 લાખની બોલી સાથે જય ગોપાલ ટ્રેડિંગના ફાળે આવ્યું હોય, પરંતુ બોલી લગાવ્યા બાદ ગ્રાઉન્ડ માટે બોલીની રકમ ભરવા આજે અંતિમ દિવસ હોય, પરંતુ દાવેદાર દ્વારા નગરપાલિકામાં કોઈ રકમ જમા ન કરાવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
જન્માષ્ટમી મેળાના ગ્રાઉન્ડ માટે ગત ગુરુવારે યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીઓ વચ્ચે ફક્ત ત્રણ પાર્ટીઓ દ્વારા બોલી લગાવવામાં આવી હોય, જેમાં પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા અધધ 18 લાખ લગાવી હતી, જેમાં ત્રણ રાઉન્ડ સુધી અન્ય કોઇએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું હતું, જે બાદ બોલીમાં ગ્રાઉન્ડ મેળવનાર પાર્ટને બોલીની રકમ જમા કરાવવા માટે આજે સાંજે છ વાગ્યા સુધનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ બોલી લગાવવામાં અગ્રેસર રહેલ દાવેદાર દ્વારા પૈસા ભરવામાં પાછીપાની કરી હતી અને નગરપાલિકામાં ગ્રાઉન્ડ માટે કોઈ રકમ જમા કરાવી નહોતી.
બાબતે રસપ્રદ બનેલ આ મુદ્દે તમામ નાગરિકોમાં ચર્ચા જાગી છે કે હવે આગામી દિવસોમાં લોકમેળાનું ગ્રાઉન્ડ કોને આપવામાં આવશે અને કેટલી રકમમાં આપવામાં આવશે ?