સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાને તેમના મિત્રોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ તકે સદ્ગતના મિત્રોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

