Friday, September 20, 2024

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શ્રી જલારામ મંદિર ની એમ્બ્યુલન્સ સેવા સંદર્ભે ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા માં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કચ્છ-મોરબી બેઠક ના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા એ મોરબી શ્રી જલારામ મંદિર ના સેવાકાર્યને બિરદાવી ૧૦ લાખની ગ્રાંટ ફાળવી

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની કચ્છ-મોરબી લોકસભા બેઠક ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી ની સેવાકીય પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના માધ્યમથી વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા , દરરોજ બપોરે તથા સાંજે ભોજન પ્રસાદ, સામુહીક અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા, દર મહિને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા, ફ્રિઝ શબ પેટી સહીત ની સેવાઓ કોઈપણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના અવિરતપણે પ્રદાન કરવા માં આવે છે ત્યારે કચ્છ-મોરબી લોકસભા ના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી ને નવી એમ્બ્યુલન્સ માટે રૂ.૧૦ ની ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી છે.

આ તકે લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે મોરબી-માળીયા મત વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી સંચાલિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટેલ), રમણીકભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતના અગ્રણીઓએ સાંસદ વિનોદભાઈ ચાવડા, સહીતના અગ્રણીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર