મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તહેવારો નજીક આવી રહ્ય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ ઇન્ડીકા સિરામિક સામે આવેલ કોમ્પલેક્ષ બીજા માળે ન્યુ બુધ્ધ સ્પા મસાજ પાર્લરના સંચાલક અંજુબેન જયદેવભાઈ કર્મકર (ઉ.વ.૩૪) રહે. મોરબી ટીંબડી પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશિપમા તથા મોરબી તાલુકાના મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આધ્યશક્તિ ચેમ્બર -૦૨ લોર્ડ બુધ્ધા સ્પા મસાજ પાર્લરના સંચાલક એકતાબેન વિનોદભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૩) રહે. રવાપર સોમનાથ ટાવર ફ્લેટ નં -૭૦૨ મોરબીવાળાએ સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો MORBI ASSURED એપ્સમા અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં વિગતો ન આપી હોય જેથી જાહેરનામા ભંગ હેઠળ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.