સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે.ફ્રેન્ચાઇઝીએ તેમને 16.25 કરોડમાં ખરીદ્યો. મોરિસ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતમાં વેચાનાર ખેલાડી છે.આ વર્ષની આઈપીએલમાં મોરિસને દરેક મેચ માટે 1 કરોડ રૂપિયા મળશે. ક્રિસ મોરિસની ઐતિહાસિક હરાજીથી દરેકને નવાઈ લાગી રહી છે. દરમિયાન, રાજસ્થાન રોયલ્સએ કહ્યું છે કે ફ્રેન્ચાઇઝે મોરિસને આટલી મોટી રકમ માટે કેમ ખરીદ્યો.
રાજસ્થાન રોયલ્સના COO જેક લશ મેકરમએ જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝી જાણતી હતી કે આ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડરને ખરીદવાની મુશ્કેલ સ્પર્ધા હશે. મેકરમ પંજાબ કિંગ્સનો આભાર માન્યો કે તેણે મોરિસ માટે આગળ બોલી લગાવી નહીં, કારણ કે રાજસ્થાન રોયલ્સ મોરિસને ખરીદી શક્યા ન હોત જો તેમને બોલી ચાલુ રાખી હોત.મેકરમ કહ્યું કે ક્રિસ મોરિસ એક ખેલાડી રહ્યો છે જે હંમેશાં રાજસ્થાન રોયલ્સના રડાર પર રહ્યો છે અને અમે જાણીએ છીએ કે તેને ખરીદવા માટે ભારે રકમ ચૂકવવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે મોરિસ એક અનુભવી ખેલાડી છે અને તેના આગમનથી રાજસ્થાનને શક્તિ મળશે.જેકએ કહ્યું અમારી પાસે પહેલાથી જ જોફ્રા આર્ચર અને કાર્તિક ત્યાગી જેવા બોલરો છે.મોરિસ ટીમને ફક્ત બોલિંગથી નહીં પણ બેટીંગથી પણ મેચ જીતાડી શકે છે.