Thursday, November 21, 2024

જાપાનમાં કોરોના સંક્રમણ વધ્યું હોવા છતાં આઈઓસીના પ્રવક્તાનું નિવેદન, લોકોના કહેવાથી ઓલિમ્પિક રદ નહીં થાય.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના પ્રવક્તા માર્ક એડમ્સે જાપાનનો જનમત નકારાત્મક હોવાથી ટોક્યો ઓલિમ્પિક રદ થવાની આશંકાને ફગાવી દીધી છે. બીજી તરફ દેખાવકારોએ આઇઓસી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પાડ્યો હતો. છેલ્લા પ્રશ્ન પહેલા સ્ક્રીન પર એક પ્રદર્શનકારી બ્લેક એન્ડ વ્હાઇટ બેનર્સ સાથે ઓલિમ્પિક સામે વિરોધ દર્શાવતો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ ઓલિમ્પિક નહીં થાય, ક્યાય નહીં થાય ન તો લોસ એન્જલસમાં કે ન તો ટોક્યોમાં. એડમ્સે અવરોધ પર ભાર ન આપ્યો અને કહ્યું કે જો આઇઓસીના પ્રમુખ બાક હાજર હોત તો સ્ટંટ વધુ રસપ્રદ હોત. ટોક્યોમાં કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે કટોકટી અમલમાં છે. મોટાભાગના લોકોનો એવો પણ અભિપ્રાય હતો કે 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાનારી રમતો રદ થવી જોઈએ. એડમ્સે કહ્યું કે, અમે લોકોનો અભિપ્રાય સાંભળીએ છીએ પરંતુ તેના આધારે નિર્ણયો લેતા નથી. રમતો યોજાશે અને તે થઈને જ રહેશે. એડમ્સ આઇઓસીના પ્રમુખ થોમસ બાકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, જેમની આવતા અઠવાડિયે જાપાનની મુલાકાત રદ કરવામાં આવી છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર