પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ
સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વમાં હાજર રહેવાનું આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત સમસ્ત ઘુંટુ ગામમાં ખુશીની લહેર ઉઠી છે.
ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મોરબી માર્કેટીંગ યાર્ડની બીજી ટર્મમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને તાજેતરમાં જ જીલ્લા બેંક દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ સહકારી મંડળીમાં ૧૦૦ % કામગીરી દર્શાવ્યા બદલ આગામી તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા પરસોતમભાઈ કૈલા અને તેમના પત્ની શારદાબેન કૈલાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કૈલા દંપતિને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આમંત્રણ મળતાં કૈલા પરિવાર અને ઘુંટુ ગામના ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
માળીયા કચ્છ હાઈવે પર આરામ હોટલની સામે જી.ઓ પેટ્રોલપંપની બાજુમાં રોડ પર ડમ્પરમાં પાછળ એસટી બસ અથડાતા એક મુસાફર અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. બનાવ અંગે એસટી ચાલક વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં રહેતા અને એસ.ટી બસ કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા જગતસિંહ...
મોરબી શહેરમાં આવેલ માધાપરમા રામજી મંદિર પાસે આવેલ રઘાભાઈ સથવારાની ઇસ્ત્રીની દુકાન પાસે બે પક્ષો વચ્ચે ધોકા,પાઈપ, છરી વડે મારમારી થઈ હતી બાદમાં બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપરમાં અંબીકા રોડ પર શેરી નં -૦૨ હાર્ડવેદ દવાખાનાની બાજુમાં...