વર્ષમાં ઘણા એવા દિવસ હોય જેને પોતાનું આગવું મહત્વ હોય છે. જેમ કે 29 એપ્રિલ. દર વર્ષે આ દિવસે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીકરવાનો હેતુ નૃત્યના શિક્ષણ અને તેના કાર્યક્રમોમાં ભાગીદારી માટેના પ્રયત્નોને વધારવાનો છે. આ દિવસને વિશ્વના દરેક ખૂણામાં આ દિવસને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.તો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસના ઇતિહાસ અને આ વર્ષની થીમ વિશે.
આ વખતની થીમ શું છે
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ નિમિત્તે દર વર્ષે એક થીમ હોય છે. એ જ રીતે આ વર્ષની થીમ ‘પર્પઝ ઓફ ડાન્સ’ છે. ઉલ્લેખનીય છે કે નૃત્ય તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ વખતની થીમનો હેતુ લોકોને તણાવમાંથી રાહત આપવાનો છે કારણ કે સમગ્ર વિશ્વના લોકો કોરોના વાયરસના રોગચાળામાં સપડાયા છે.
જાણો આ દિવસ વિશેનો ઇતિહાસ.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામાએ ૧૯૮૨ માં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આઇટીઆઇ યુનેસ્કોના કલા પ્રદર્શનની સહયોગી હતી. શા માટે 29 એપ્રિલની તારીખને આ દિવસની ઉજવણી માટે નક્કી કરવામાં આવી તો અહીં તમને જણાવી દઈએ કે આઇટીઆઇએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ આધુનિક બૈલેના નિર્માતા જીન જોજેર્સ નોવેરના સન્માન માટે 29 એપ્રિલના દિવસને પસંદ કર્યો હતો. જીન જોજેર્સ નોવેરનો આ દિવસે એટલે કે 29 એપ્રિલના રોજ જન્મદિવસ હોય છે. તેમની જન્મજયંતિ નિમિત્તે આ દિવસએ નૃત્યને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાનું ડાન્સ ફોર્મ દુનિયા સમક્ષ મૂકે છે.
કોરોના વાયરસે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસને પણ અસર કરી છે. લોકો એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકતા નથી, તેથી આ દિવસને અન્ય વસ્તુઓની જેમ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.