Saturday, January 11, 2025

માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લામાં આરટીઆઇ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરો નેં પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ માહિતી માગીને તે જાણી શકાય છે અને જ્યાર થી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યાર થી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલી છે.

ત્યારથી માહિતી માગતા આરટીઆઇ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે . અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદાર ને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે, ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવે છે, તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દિપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે. પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટો એ પોત-પોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું છે.

જે સૂચનાના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઇ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કે .બી. ઝવેરીને આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરો નેં પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાનાં આરટીઆઈ એક્ટિવીસ્ટો લવજીભાઈ આંબલીયા, રમેશભાઈ સોલંકી, હિતેશભાઈ મહેતા, શ્રીકાંતભાઈ પટેલ, હસમુખભાઈ સોલંકી, પીયુષ વાઢારા, મોહસીનભાઈ શેખ સહિતના આરટીઆઈ કાર્યકરો આ આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર