Sunday, December 22, 2024

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં ઇન્દીરાનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર અને સશક્ત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાર્થક કરીશું- વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

દેશના ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાત મંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી તાલુકાના ઇન્દીરાનગર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાઇવ સંવાદ પણ સૌએ નિહાળ્યો હતો.આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવે તેવી સરકારની જન સુખાકારીની યોજનાઓને જન માનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રામાં સરકારની સાથે અધિકારી પદાધિકારી તેમજ સમાજસેવી લોકોના સહયોગથી લોકો સુધી યોજનાઓ અને યોજનાઓની જાણકારી પહોંચી રહી છે. આ જાણકારી અને યોજનાઓ વિશેની માહિતી તેમજ સુલભ સંવાદિતતાની સાથે લોકો પણ આ યાત્રામાં સહભાગી બની રહ્યા છે. આ યાત્રા થકી ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર અને સશક્ત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાર્થક કરીશું. નારી શક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ અને ગરીબોના ઉત્થાન સાથે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવીશું

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ સંદેશ તેમજ વિકસિત ભારતના સંકલ્પને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું.

ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ સંવર્ધન અંગે ખૂબ જ છટાદાર શૈલીમાં નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની આ યાત્રામાં યથાયોગ્ય યોગદાન આપી સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અન્વયે ઇન્દીરાનગરના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મિશન મંગલમ સખીમંડળ તેમજ આયુષ્માનકાર્ડના લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યું હતું તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ઉજ્જ્વલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓ અન્વયે તેમને મળેલા લાભ અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામની પાસે આવેલા ખેતરમાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા ખાતર નો છંટકાવ કરવા અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશન ની સાથે નેનો યુરિયા ખાતર ના ફાયદાઓ તેમજ ડ્રોન ટેકનોલોજી ના ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારિયા, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ/પદાધિકારીઓ, ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ તેમજ ઇન્દીરાનગરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર