મોરબીના ઇન્દિરાનગરમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રવિણભાઇ સવજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૬), રવીભાઇ વેલજીભાઇ સોલંકિ (ઉ.વ.૨૭), મુનોભાઇ સોમાભાઇ સોલંકિ (ઉ.વ.૩૬) મોહનભાઇ બીજલભાઇ સોલંકિ (ઉ.વ.૫૩) , લખધીરભાઇ મુસાભાઇ સોલંકિ (ઉ.વ.૫૫) રહે. બધા મંગલમ વિસ્તાર, ઇન્દીરાનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૮૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.