ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં બુધવારે રમવા ઉતરશે.પહેલી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી, જ્યારે ભારતે બીજી મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરી હતી. ત્રીજી મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતને સારી શરૂઆત આપવા માટે રોહિત શર્મા અને શુબમન ગિલ જવાબદાર રહેશે. આ જોડી પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ ગઈ, પરંતુ આ મેચમાં બંનેની મોટી ભાગીદારીની અપેક્ષા રાખવામાં આવશે.ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળશે. આ ત્રણેય પર, ટીમની શરૂઆતની વિકેટના ઝટકાને દૂર કરવાની અને મોટા સ્કોર સુધી પહોચાડવાની જવાબદારી છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાંથી ફોર્મમાં વાપસી કરનાર રિષભ પંતે પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. તે ફરી એકવાર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં આરામ કરનાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પરત ફરવાની તૈયારીમાં છે. તેને મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. ઇશાંત અને બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમતા જોવા મળશે. આ મેચ માટે કુલદીપ યાદવની જગ્યાએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સ્થાન મળી શકે છે. અક્ષર પટેલે તેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 5 વિકેટથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ મેચમાં તેને તક આપવામાં આવે તેવી પણ અપેક્ષા છે. અશ્વિન અને અક્ષરને સ્પિનર જોડી તરીકે જોઇ શકાય છે.
ત્રીજી ટેસ્ટના સંભવિત પ્લેઈંગ ઇલેવન ખેલાડી
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, રીષભ પંત, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ.