Tuesday, December 3, 2024

Ind vs Eng : પહેલી ટેસ્ટ મેચમાં આ અગિયાર ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારતીય ટીમ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી શુક્રવાર 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. આવતીકાલથી ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડના કયા 11-11 ખેલાડીઓ મેદાનમાં રમશે તે ખાસ ચર્ચાનો વિષય છે, પરંતુ અમે તમને બંને ટીમોના સંભવિત પ્લેઇંગ ઇલેવન કે ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શુક્રવારે મેદાનમાં રમે તેવી શક્યતા છે.

ભારતની વાત કરીએ તો રોહિત શર્મા અને શુબમન ગિલ શરૂઆતની જોડી તરીકે રમી શકે છે. જ્યારે ચેતેશ્વર પૂજારા હંમેશની જેમ ત્રીજા નંબરે જોવા મળશે. કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર રમતા જોવા મળશે, જ્યારે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પાંચમાં ક્રમે રમતા જોવા મળી શકે છે. છઠા નંબર પર વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંત જોવા મળશે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારી બલ્લેબાજી કરી હતી, પરંતુ તેને વિકેટકીપિંગમાં સુધારો લાવો પડશે. ઓલરાઉન્ડર તરીકે, વોંશિંગ્ટન સુંદર રમતા જોવા મળી શકે છે, જ્યારે આર અશ્વિન 8 માં નંબર પર જોવા મળશે. બોલરો વિશે વાત કરવામાં આવે તો ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ સાથે મેદાનમાં જોવા મળશે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં, તેઓની કમી વર્તાશે, પરંતુ મોહમ્મદ સિરાજ પણ કેપ્ટન વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા ઇચ્છશે, પરંતુ અનુભવને કારણે ઇશાંત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં રમી શકે તેવી શક્યતા છે. મહેમાન ટીમ અનેક ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે કેમ કે બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ પણ ટીમ સાથે સંકળાયેલા છે, જે શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ન હતા. જો કે જોની બેરસ્ટો અને સેમ કુરાન જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર