સ્વ. મહેશભાઈ ઉઘરેજની પુણ્યતિથિએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને આપ્યું 14.14 લાખનું અનુદાન
મોરબી : ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે એ મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા( ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયેલુ
ત્યારે ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતું સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજારની રકમ અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરી અને મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી
સમગ્ર દેશમાં આજે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સમક્ષ બંધારણના આમુખનુ પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં હાજર દરેક લોકોએ સમુહમાં આમુખનુ વાંચન કર્યું...
મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે પઠાણી ઉઘરાણી કરી યુવકોને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે તેમ છતા મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોઈ એક્સન લેવામાં નથી આવી રહ્યા ત્યારે મોરબીમાં વ્યાજખોરીના દુષણને વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં યુવક પાસે છ વ્યાજખોર શખ્સો વ્યાજની પઠાણી...