મોરબીમાં છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો સોની કારીગર સુરતથી ઝડપાયો
મોરબી : મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત / છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.એ પાર્ટ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઘનશ્યામ ભાસ્કરભાઇ સરદાર રહે. ખાનાકુલ ચંન્દ્રકુલ મારોખાના જી.હુગલી (પંશ્ચિમ બંગાળ) વાળો સુરત જિલ્લા ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે ઉપરોકત સ્ટાફના માણસો સાથે સુરત ખાતે જઇ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ઘનશ્યામ ભાસ્કરભાઇ સરદાર /બંગાળી ઉ.વ.૩૦ રહે. ખાનાકુલ ચંન્દ્રકુલ મારોખાના જી.હુગલી (પંશ્વિમ બંગાળ) હાલ રહે. સુરત હિરા બજાર કાજનીવાડી વાળો સુરત રામપુરા મહાકાળી માતાજીના મંદિર પાસે શ્રી આર્કેટ કોમ્પલેક્ષ N.B જવેલર્સ ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે.
આમ. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્વારા આચરેલ વિશ્વાસઘાત / છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.