Saturday, September 21, 2024

સિરામિક ઝોનમાં લુખ્ખાઓની દાદાગીરી, તલવાર લઈ કારખાનામાં ઘૂસ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સિરામીક ઝોન મોરબીમાં કામ કરતા પરપ્રાંતિય કોન્ટ્રાક્ટરો હમણાં હમણાં દાદાગીરી અને લુખ્ખાગીરી ઉપર ઉતરી આવ્યા હોવાની ફરિયાદ વચ્ચે આજે પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવતા માથાભારેની છાપ ધરાવતા જાટ કોન્ટ્રાક્ટરે ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે ધસી આવી ફેકટરી માલિકને માર મારતા આ બનાવના ઘેરા પડઘા પડયા છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે બન્ને લુખ્ખાઓને ઝડપી લીધા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાકટ ધરવતા પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર રણબીર જાટ, રહે. પાવડીયારીને કોઈ કારણોસર ફેકટરી માલિકે છૂટો કરી હિસાબ કરી દેતા રોષે ભરાયેલા આ કોન્ટ્રાકટર અને તેના માણસે રીતસરનો આંતક મચાવી બન્ને શખ્સો ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે ધસી જઈ ફેકટરી સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુની સિરામિક ફેક્ટરીમાંથી અંદાજે 150 જેટલા મોરબીના સ્થાનિક ફેકટરી સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર