Monday, September 23, 2024

તલાટીઓની હળતાલ : મોરબીમાં ૨૨૫ તલાટી મંત્રી અચોક્ક્ક્સ ચોક્કસ મુદતની હડતાળ પર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ

રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી ગણવાની અને તેના આધારે બઢતી બદલી તેમજ ઉચ્ચતમ પગાર ધોરણ આપવા સહીતની માંગણી કરી રહ્યા છે

આ ઉપરાંત સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાએ વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવા આવતા તારીખ 01-01-2016 અને ત્યારબાદથી મળવાપાત્ર પ્રથમ દિવસીય ઉચ્ચતમ પગાર ધોરણ કેવા પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. આં ઉપરાંત રેવન્યુ (મહેસુલી )તલાટીને પંચાયત મર્જ કરવા બાબત અથવા જોબ ચાર્ટ અલગ કરવા,01-01-2016 બાદ પ્રથમ અને બીજા પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવામાં આવે તેવી માગની કરવામાં આવી છે આમ અલગ અલગ માંગણી મુદે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના નેજા હેઠળ મોરબી જિલ્લાના 351ગામમાં ફરજ બજાવતા 225 તલાટી મંત્રી પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને જ્યાં સુધી માંગણી નહી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી કામગીરીમાં નહી જોડાવવાની જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ મોરબી તાલુકાનો પ્રમુખ રવીભાઈ હુંબલે જણાવ્યું હતું.
તલાટી મંત્રીની અચોક્કસ મુદતની હડતાળને મોરબી જિલ્લાની વીસીઈ મંડળે પણ સમર્થન આપ્યું હતું..આ હડતાલથી મહેસુલી અને વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર