Friday, November 22, 2024

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે. એક મુખ્ય સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીના રૂપમાં વ્હોટ્સએપ આઇટી એક્ટ અંતર્ગત તમામ પાસાઓ પ્રમાણે સુરક્ષાની માગ કરવા ઇચ્છે છે. આ યોગ્ય નથી, તેઓ આનાથી બચવા માગે છે.પોસ્ટમાં BJPએ લખ્યું હતું કે વ્હોટ્સએપ ગોપનીયતા નીતિને લાગૂ કરવા માગે છે, જેથી તે પોતાના તમામ અંગત ડેટાને ફેસબુક સાથે શેર કરી શકે. બીજી બાજુ આ કંપની લૉ એન્ડ ઓર્ડર બનાવી રાખવા અને ફેક ન્યૂઝ પર રોક લગાડવા માટે ગાઇડલાઇન્સે લાગૂ કરવાના તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે. અમારો ઉદ્દેશ્ય લોકોના ખાનગી ડેટા ચોરી કરવાનો નથી.આનાથી સામાન્ય વ્હોટ્સએપ વપરાશકર્તાઓએ ડરવાની જરૂર નથી, આનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ગેરકાયદેસર ધંધામાં કાર્યરત આરોપીઓને સમગ્ર માહિતી કયા માધ્યમથી મળી રહી છે તથા એની શરૂઆત ક્યાંથી થઇ હતી.તેઓએ જણાવ્યું હતું કે અભદ્ર મેસેજના સૌથી પહેલા ઓરિજિનેટર અંગે જાણકારી આપવી શરૂઆતથી જ પ્રચલિત છે. આ મેસેજ ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થા, દુષ્કર્મ, બાળકોનું જાતીય શોષણ સંબંધિત ગુનાઓ અંગે પણ હોઇ શકે છે.

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે અમે સરકારના તમામ નિયમોનું પાલન કરવા માટે તૈયાર છીએ અને અમારી લોકલ ટીમો પણ આમા દિવસ-રાત કાર્ય કરી રહી છે. કોઇપણ દેશના સ્થાનિક નિયમોનું અમે સમ્માન કરીએ છીએ અને અમારો દૃષ્ટિકોણ પણ અહીંયા રચનાત્મક રહે છે. અમારો પારદર્શકતા રિપોર્ટ પણ સ્પષ્ટ છે. જ્યારે અમે કોઇપણ સરકારની અપિલ પર અમલ કરીએ છીએ ત્યારે આ રિપોર્ટમાં હાઇલાઇટ કરીએ છીએ.માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરએ ગુરુવારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલ IT(આઇટી મંત્રાલય) ને નવા ઇન્ટરમિડિયેટ ગાઇડલાઇન્સને લાગુ કરવા માટે વધારાના ત્રણ મહિના માટે કહ્યું છે. ટ્વિટરે પુનરોચ્ચાર કર્યો કે તે નવા આઈટી એક્ટ હેઠળ વર્તમાન ફરિયાદ નિવારણ ચેનલ દ્વારા વપરાશકર્તાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત ફરિયાદો સ્વીકારવાનું ચાલુ રાખશે. ટ્વિટરના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ભારતમાં લાગુ કાયદાને અનુસરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર