રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 28 દર્દીના મોત થયા હતા. જે પૈકી 1 દર્દીનું જ કોવિડથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા છે. કોરોના ની બીજી લહેર માં સારવાર માટે હોસ્પિટલમાં બેડ મેળવવાની વાત મોટી ગણાતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ માં થઈ રહેલા સતત ઘટાડાના કારણે હોસ્પિટલમાં બેડ ખાલી પડા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે ૬૯૮૬ બેડની વ્યવસ્થા છે તે પૈકી આજની સ્થિતિએ ૩૫ ૪૨ બેડ ખાલી છે અને ૩૪૪૪ બેડ હજુ ભરાયેલા છે.જિલ્લા કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ૮૪૦ સમરસ હોસ્ટેલ માં ૭૫૪ કેન્સર હોસ્પિટલમાં ૧૯૭ ખાનગી હોસ્પિટલોમાં ૩૨ ૨૧ ગોંડલમાં ૫૮ જસદણમાં ૨૪ ધોરાજીમાં ૯૦ અને ગ્રામ્ય હોસ્પિટલોમાં ૧૭૧૧ બેડની વ્યવસ્થા છે તે પૈકી સિવિલ હોસ્પિટલમાં૩૫૦ સમરસ માં ૬૧૧ કેન્સર હોસ્પિટલમાં ૭૮ ખાનગી હોસ્પિટલોમાં ૧૪૦૧ ગોંડલમાં ૫ જસદણમાં ૭ ધોરાજીમાં ૩૬ અને ગ્રામ્ય હોસ્પિટલોમાં ૯૬૩ બેડ ખાલી છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને હવે 200ની નીચે આવી ગઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 40182 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1488 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 449 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસની સંખ્યા સતત વધી રહી છે અને બીજી તરફ એકપણ દર્દી ડિસ્ચાર્જ ન થતા સિવિલમાં પણ હવે બેડની સંખ્યા ઘટી રહી છે તેથી નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવા નિર્ણય લેવાયો છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 400 કરતા પણ વધી ગઈ છે અને દરરોજ નવા 25 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે 500 બેડ પણ ઓછા પડે તેવી સ્થિતિ છે. બીજી બાજુ રાજ્યમાં રાજ્યમાં દૈનિક ડિસ્ચાર્જ આંકડો 18મા દિવસે 10 હજારથી ઓછો નોંધાયો, એક મહિના બાદ 6 હજાર નજીક 6447 નવા કેસ અને 67ના મોત થયા.
બીજી બાજુ ‘તાઉતે’ વાવાઝોડુ દેવભૂમિ દ્વારકામાં બે અસર રહ્યું હતું વાવાઝોડા પહેલા આ વાવાઝોડુ દ્વારકાના દરિયા કાંઠાને સંભવિત ધમરોળશે આ પ્રમાણેની સંભવિત આગાહી વચ્ચે સર્જાયો ચમત્કાર અને આ દરિયાકાંઠાના વિસ્તારનો બે ગજબ રીતે એંસી ટકાના પ્રમાણમાં બચાવ થતા દ્વારકાવાસીઓ હ્રદ્યપૂર્વક દ્વારકાધીશજીનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ આ ઉક્તિ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સાર્થક બની છે તેમ કહી શકાય. જ્યાં ખુદ જગતનો નાથ બિરાજે છે ત્યાં વિનાશક વાવાઝોડાની શી વિસાત? ઉનાથી પ્રવેશલું આ વાવાઝોડાએ ગુજરાતને 24 કલાક પોતાની બાનમાં લીધું અને લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા, પરંતુ સોમનાથ મહાદેવે ફરી મહાતાઉ-તે વાવાઝોડામાંથી સોમનાથ-વેરાવળને ઉગારી લીધું છે. સૌપ્રથમ વેરાવળના બંદરે જ આ વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ સોમનાથ મહાદેવની કૃપાથી વાવાઝોડાની દિશા ફરી અને દીવથી ઉના ટકરાયું હતું.