રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 650 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 14 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા હતા. આજથી પોલીસ શાકભાજી, લારી અને ગલ્લાધારક સુપરસ્પ્રેડરને શોધી વેક્સિન અપાવશે.રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં 11 કેસ નોંધાયા છે.આજે રાજકોટ શહેરમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3833 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1142 સહિત કુલ 4975 નાગરિકોએ રસી લીધી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડર શોધશે.વેક્સિન કેન્દ્ર દૂર હોય તેમને પોલીસવાનમાં રસીકરણ કેન્દ્ર સુધી લઇ જવાશે.
રાજકોટમાં હાલ અંશતઃ કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની રસી લેતા ભય અનુભવી રહ્યાં છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણની ગતિ એકદમ મંદ છે. ખોટી માન્યતા અને લોકોમાં રસીને લઈ જે ડર છે તેને દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે કલેક્ટરે આ જવાબદારી ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક સંગઠનોને સોંપી છે.ઔદ્યોગિક સંગઠનના આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી છે.મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ પણ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.હસમુખ ચાવડાએ 1620 લોકોનો સર્વે કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમા 54.80% ગ્રામ્ય વિસ્તારના અને 45.20% લોકો શહેરી વિસ્તારના હતા. આ સર્વેમાં વેક્સિનેશન ઓછું થવા પાછળ 36% અંધશ્રદ્ધા જવાબદાર છે, 45% લોકોના મતે દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે છે.