Tuesday, December 3, 2024

મોરબીના ઉમા ટાઉનશીપમાં પોલીસના દરોડા ૫ પત્તા પ્રેમી પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઉમા ટાઉનશીપમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને ૫ જુગારીયાઓનીની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઈ એ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજાના તેના ઉમા ટાઉનશીપ, વિનાયક એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નં.-૩૦૧માંબહારથી જુગારના ખેલાડીઓને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાનાવડે પૈસાની હારજીતનું તીન પતિનું જુગારધામ ધમધમે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડીને (1) કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજા (2) અશ્વિનભાઇ નાનજીભાઇ જશાપરા(3) વિશાલભાઇ કાંતિલાલ ફુલતરીયા (4) દિવ્યેશભાઇ ભુદરભાઇ કાચરોલા (5) સતિષભાઇ સુખલાલભાઇ જેઠલોજાની ધરપકડ કરી હતી
ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂ.૮૬,૦૦૦ના મુદામાલ સાથે કબ્જે કરવામાં આવ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર