મોરબી : રણછોડનગરમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગરમાં રામ પાન વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા
(૧)પંકજભાઇ ઉર્ફે લાલો જીવરાજભાઇ પરમાર
(૨)સંજયભાઇ મુકેશભાઇ ડાભી,
(૩)લલીતાબેન બળદેવભાઇ નિમાવત,
(૪)નીમુબેન નાનજીભાઇ ગોહિલ,
(૫)લીલાબેન હમીરભાઇ મકવાણા,
(૬)સંગીતાબેન શૈલેષભાઇ ઇન્દરીયા
(૭)શર્મીષ્ઠાબેન ગીરધરભાઇ પટેલને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,280/- કબ્જે કરી જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.