Saturday, September 21, 2024

મોરબીમાં ભાજપ અધ્યક્ષના રોડ શોમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સેનેટરી ઈન્સપેકટર પાસે નગરપાલિકાએ ખુલાસો માગ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: કૃષ્ણસિંહ એચ જાડેજા ને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે મોરબી નગરપાલિકા દ્વારા સોપવામાં આવેલી ફરજો પ્રત્યે બેદરકારી દાખવી હતી જે બદલ નગરપાલિકા દ્વારા ૭ દીવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.

તા.-૨૦/૦૯/૨૦૨૨ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તથા જે.પી.નડ્ડાના મોરબી ખાતેના રોડ-શોના રૂટ પરત્વે સાફ-સફાઈ, ડસ્ટીંગ, ઢોર નિયંત્રણ વગેરેની ફરજો આપના ફરજના ભાગ રૂપે બજાવવાની રહેતી હતી જે પરત્વે તમને સોંપાયેલી કામગીરી બજાવવામાં તમોએ બેદરકારી દાખવી હતી તથા સમગ્રરૂટ અન્વયે કરવાની થતી કામગીરી સંદર્ભે તા.-૧૮/૦૯/૨૦૨૨ના રોજ સદર સફાઈની કામગીરી તથા રાત્રી સફાઈની કામગીરી હાથ ધરવા આપને અમારા તરફથી સુચના આપવામાં આવેલ હોવા છતાં રાત્રી સફાઈ દરમ્યાન આપના હસ્તકના સેનીટેશન વિભાગનો રીવ્યુ સમીક્ષા લેતા આપના દ્વારા કોઈપણ પ્રકારની પરિણામલક્ષી કાર્યવાહી ન થયેલ હોઈ તથા આપે સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવાની અને મેનપાવર તથા મશીનરીનું મેનેજમેન્ટ કરવામાં બેદરકારી દર્શાવેલ હતી.

જેના પરિણામે સદર વી.વી.આઈ.પી. રૂટની સફાઈ સહિતની આનુષાંગિક કામગીરી માટે નગરપાલિકાના તમામ ઓફીસ સ્ટાફને રાત્રીના ૧૦:૦૦ કલાકે હાજર રખાવી તમામ સ્ટાફને સમગ્ર રૂટના વિભાગો પાડી તમારે કરવાની થતી કામગીરી અંગેનું મેનેજમેન્ટ સુપ્રત કરવાની નગરપાલિકાને ફરજ પડેલ હતી. આ કામગીરી અન્વયે સંદર્ભ-૧થી જરૂરી હુકમો અમારા દ્વારા કરવામાં આવેલ હતા તથા આ સમગ્ર ટીમોને જરૂરી સફાઈ કામદારો, સાધનો/વાહનો વગેરે પુરૂ પાડવા માટે તમોને સદર હુકમમાં સંકલન કરી ફરજો બજાવવાની જાણ કરવામાં આવેલ હતી. જે સંદર્ભની પણ સામેલ વિવિધ ટીમોના રીપોર્ટ અન્વયે આપે કરવાની થતી કામગીરી આપે કરેલ ન હતી જેના પરિણામે સદર તમામ ટીમોને સોપાયેલ કામગીરી કરવામાં પણ આપની અણઆવડત અને બેદરકારીના પરિણામે મુશ્કેલીઓ સર્જાયેલ હતી જે તેમની મળેલ રજુઆતો પરત્વેથી ફલીત થાય છે.

સમગ્ર રોડ-શોના રૂટ ઉપર ઢોર નિયંત્રણ સંદર્ભ નગરપાલિકાના સફાઈ કામદારોને હાજર રાખવા બાબતે આપને તાકીદ કરેલ હોવા છતાં સેનીટેશન વિભાગ હસ્તકના આપે આપેલ ૯૩ સફાઈ કામદારના લીસ્ટમાંથી માત્ર ૨૪(ચોવીસ) જ સફાઈ કામદારો ફરજ પર હાજર થયેલ હતા. આપની આ બેદરકારીના પરિણામે ઢોર નિયંત્રણ કરવા માટે નગરપાલિકાના હેડકલાર્કથી લઇ તમામ વિભાગના અધિકારીઓએ વ્યક્તિગત રૂટ ઉપર ઉભા રહેવાની ફરજ પડેલ હતી તથા આપના આ ગેર વ્યવસ્થાપનના પરિણામે નગરપાલિકા દ્વારા તાત્કાલીક ખાનગી માણસોને કામ ઉપર લેવાની તથા તે સંદર્ભેનો નાણાકીય બોજ નગરપાલિકા દ્વારા વહન કરવાની પરીસ્થીતીનું નિર્માણ થવા પામેલ હતું.

આ સમગ્ર રોડ-શોના કાર્યક્રમ સંદર્ભે સેનીટેશન ઇન્સ્પેક્ટર તરીકેની તમામ ફરજો બજાવવામાં તથા તે સંદર્ભેનું જરૂરી આયોજન કરવામાં પણ આપના દ્વારા તદન નિષ્કાળજી દાખવવામાં આવેલ છે અને તથા અમારા દ્વારા આપેલ સીધી સૂચનાઓનો ભંગ કરીને આપના પક્ષે નિષ્ઠાના અભાવવાળી કાર્યવાહી કરેલ છે તેમ સાબિત થવા પામેલ છે.

જેથી ગુજરાત રાજ્ય સેવા (વર્તુણક) નિયમો, ૧૯૭૧ ના નિયમ ૩ (૧) ના પેટા નિયમ-(૨)નો ભંગ કરવા બદલ તમો જવાબદાર બનો છો જેથી ગુજરાત રાજ્ય શિસ્ત અપીલ નિયમો ૧૯૭૧ હેઠળ આપની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શા-માટે શરૂ ન કરવી તેનો ખુલાશો દિન-૭(સાત)માં અમારી સમક્ષ રજુ કરવા જણાવવામાં આવે છે આ સમય માર્યાદમાં આપના તરફથી કોઈ ખુલાસો કે પ્રત્યુતર નહિ મળે તો આ બાબતે આપ કાંઈ કહેવા માંગતા નથી તેમ માની નિયમાનુસારની શિસ્ત વિષયક કાર્યવાહી ગુજરાત રાજ્ય નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૪૮ હેઠળ મળેલ સત્તાની રૂએ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર