Sunday, September 22, 2024

મોરબીમાં 108 ફૂટ ઉંચા ધ્વજારોહણ કાર્યક્રમમાં 1000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં 108 ફૂટ ઉંચા ધ્વજારોહણ કાર્યક્રમમાં અમૃત મહોત્સવ પર નાની બાળાએ વક્તવ્ય આપી સૌના મન મોહી લીધા.

મોરબીના ઉમિયા સર્કલ પર મોરબી માટે ગૌરવરૂપ 108 ફૂટ ઉંચા રાષ્ટ્રધ્વજનો લોકાર્પણ કાર્યક્રમ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા,રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડાંરિયા નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર,ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ રાઘવજીભાઈ ગડારા પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ વગેરેની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ પ્રસંગે માધાપરવાડી કન્યા શાળા માધાપરવાડી કુમાર શાળા, ગોકુલનગર શાળા,કપોરીવાડી, લાયન્સનગર વગેરે શાળાના 1000 એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી,દેશભક્તિના ગીતો, દેશભક્તિના નારા લગાવ્યા હતા અને માધાપરવાડી કન્યા શાળાના ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતવ્ય આપી ઉપસ્થિત મહાનુભાવોના મન મોહી લીધા હતા,નગરપાલિકા મોરબી તરફથી તમામ વિદ્યાર્થીઓને આઝાદી કા અમૃત મહોત્સવના લોગો વાળા ટી શર્ટ અર્પણ કર્યા હતા.રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતા કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ તમામ વિદ્યાર્થીઓ ખુબજ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર