Saturday, September 21, 2024

માળિયાની જાજાસર શાળામાં વિદાય અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના માળિયા તાલુકાની જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા વય મર્યાદાના કારણે નિવૃત થતા એમના કાર્યની કદરરૂપે અને શાળામાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કમ્પ્યુટર રૂપે દાનની સરવાણી પ્રાપ્ત થયેલ હોય એમના ઋણ સ્વીકાર માટે સન્માન સમારોહ નું અદકેરું આયોજન કરેલ હતું જેમાં રામપીર મહંત નગા ભગતના વરદ્દ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાબુભાઈ હુંબલ શ્રી રામ સોલ્ટ ભીમાસરનું હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા અને ઉપાધ્યક્ષ મોરબી ટીમ તેમજ દિલીપભાઈ પટેલ સી.એસ.આર. મેનેજર શ્રી ફાઉન્ડેશન ગુજરાતનું આચાર્ય ભાવેશભાઈ બોરીચા દેવ સોલ્ટ પ્રા.લી. હરિપરનું વિવેકભાઈ સન્માન સરપંચ જાજાસર શાળા દ્વારા કરવામાં સન્માન પત્ર થી સન્માનિત કર્યા તેમજ વય મર્યાદાના કારણે નિવૃત થયેલા નખશિખ શિક્ષક એવા ધીરુભાઈ મિયાત્રાને શૈક્ષિક મહાસંઘ ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- મોરબી જિલ્લો અને માળિયા તાલુકા અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તેમજ શિક્ષક સંઘ મહામંત્રી મોરબી જિલ્લો અને માળિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વાર સન્માન પત્ર અર્પણ કરી,સાલ ઓઢાડી,શ્રીફળ,પડડો અર્પણ કરી શિક્ષક,આચાર્ય અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર દરેક હોદા પર રહી નિષ્ઠાપૂર્વક ફરજને બિરદાવી હતી

ત્યારબાદ નાનીબરાર તાલુકા શાળા તેમજ પેટા શાળા પરિવાર દ્વારા ધીરુભાઈને ભેટ આપી સન્માનિત કરવા મા આવ્યા ત્યાર બાદ શાળા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી ત્યાર બાદ સવારના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યકમને અનુરૂપ પ્રવીણભાઈ ભોરણીયા આસી.ડીપીસી એસ.એસ.એ.મોરબી તેમજ હરદેવભાઇ કાનગડ શ્રદ્ધાબેન મિયાત્રા પોતાનું વક્તવ્ય આપ્યું હતું.અંતમાં જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર