મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી દીધું છે. આ બધા દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા, પરંતુ બ્લેક ફંગસથી હારી ગયા હતા. રાજ્યના આરોગ્ય અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. આ રોગના દર્દીઓ માથાનો દુખાવો, તાવ, આંખો હેઠળ દુખાવો, અનુનાસિક ચેપ અને અશક્ત દ્રષ્ટિ જેવા લક્ષણો બતાવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે પ્રથમ વખત બ્લેક ફંગસથી મૃત્યુની સૂચિ તૈયાર કરી. બુધવારે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું હતું કે રાજ્યમાં કાળા ફૂગના 1500 કેસ છે. મ્યુકોર્માયકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના આરોગ્ય વિભાગના માળખાગત સુવિધાઓ પર ભાર મૂકી શકે છે.
રાજેશ ટોપે કહ્યું હતું કે રાજ્ય મ્યુકોર્માયકોસિસની સારવાર માટે એક લાખ ઇન્જેક્શન ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડશે. બ્લેક ફંગસના ચેપને કારણે અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. તમામ 52 દર્દીઓ કોરોના વાયરસમાંથી સ્વસ્થ થયા પછી મૃત્યુ પામ્યા હતા. 2020 માં મહારાષ્ટ્રમાં બહુ ઓછા મૃત્યુ થયા હતા, પરંતુ આ વર્ષે હજી ઘણા વધારે મૃત્યુ થયા છે. રાજ્યના કોરોનાના દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહેલો જોવા મળે છે, પરંતુ મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક છે. આવા સંજોગોમં મ્યુકરમાયકોસિસ કે બ્લેક ફંગસ બીમારીએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે. રાજ્યમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા વધીને 1500થી વધુ છે એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે આપી હતી. આ બીમારી બાબતે કેન્દ્ર સરકાર પાસે ત્રણ માગણીઓ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે 6 રાજ્યના આરોગ્ય મંત્રીઓની વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક પાર પડી હતી. તે પછી ટોપેએ પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.રાજમાં હાલ 1500 આસપાસ મ્યુકરમાયકોસિસના દર્દી છે. ડાયાબીટીસમાં જેમને ત્રાસ થાય છે તેમની રોગ પ્રતિકારક શક્તિ વિવિધ કારણોને લીધે ઓછી થાય છે.
દરમિયાન ટોપેએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું કે મહારાષ્ટ્રને 20 લાખ રસીની તુરંત જરૂર છે. કેન્દ્રએ છ લાખ રસી મોકલી છે. અમે 3 લાખ ખરીદી કરી હોવાથી કુલ 9 લાખ રસી અમે હવે 44 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ અમને કેન્દ્રએ તુરંત 20 લાખ રસી આપવી જોઈએ. 3 જમ્બો કોવિડ કેન્દ્ર સાથે મુંબઈ પાલિકાની ત્રીજી લહેરની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. નાના બાળકોને સંક્રમણનું જોખમ હોવાથી અલગ 500 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે ત્રણ જમ્બો કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવશે. તેમાં પ્રત્યેકી 2000 બેડ્સની વ્યવસ્થા હશે. આ જ રીતે તેમાંથી 70 ટકા ઓક્સિજન બેડ રહેશે. ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવશે.