Friday, September 27, 2024

કલા મહાકુંભમાં મોરબીનું શ્રેષ્ઠ પ્રદર્શન : રાજ્યકક્ષાએ 6 સ્પર્ધકોએ બાજી મારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચિત્રકલા, ઓર્ગન, ગિટાર, વકતૃત્વ અને ભરતનાટ્યમ્ સ્પર્ધાઓમાં કલાસાધકોએ રંગ રાખ્યો

મોરબી જિલ્લાના 6 સ્પર્ધકોએ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બની સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાનું નામ રોશન કર્યુ છે. આ કલાકારોએ ચિત્રકલા, ઓર્ગન, ગિટાર, વકતૃત્વ સ્પર્ધા અને ભરતનાટ્યમ્ વગેરે સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા રાજ્યકક્ષાએ જીત મેળવી છે.

સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ લોકોમાં રહેલી કલાઓને ઉજાગર કરવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલા મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ભાવનગર ખાતે યોજાઇ હતી, જેમાં મોરબી જિલ્લાના સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ચિત્રકલાની સ્પર્ધામાં યશ્વી પરમારે 15 થી 20 વર્ષના વય જૂથમાં પ્રથમ, ઓર્ગનની સ્પર્ધામાં તુષારભાઈ પૈજાએ 21 થી 59 વર્ષના વય જૂથમાં પ્રથમ, ગીટારની સ્પર્ધામાં મેહુલ શેઠે 21 થી 59 વર્ષના વય જૂથમાં પ્રથમ, વકતૃત્વ સ્પર્ધામાં વિસ્મય ત્રિવેદીએ 15 થી 20 વર્ષના વય જૂથમાં દ્વિતિય, ગિટારની સ્પર્ધામાં હર્મન શેઠે 06 થી 14 વર્ષના વય જૂથમાં દ્વિતિય, ભરતનાટ્યમ્ ની સ્પર્ધામાં જાનવી સવસાણીએ 15 થી 20 વર્ષના વય જૂથમાં તૃતિય ક્ર્માંક મેળવી કલા મહાકુંભમાં મોરબી જિલ્લાને આગવું સ્થાન અપાવ્યું છે. તમામ કલાકારોને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ સમગ્ર મોરબી વહિવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર