Saturday, January 11, 2025

IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરાયુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર હોસ્પીટલ ના ડો. મયુર ગવાલાણી, ચિરાયુ હોસ્પીટલના ડો. શરદ રૈયાણી, દાંતના ડોક્ટર તરીકે ક્રિષ્ના હોસ્પીટલના ડો. મનોજ કૈલા, રાંકજા ડેન્ટલ ક્લિનિકના ડો. આશિષ રાંકજા, ચામડીના ડોક્ટર તરીકે ડો. સેજલ ભાડજા (કાવર), એથેના સ્કિન ક્લિનિકના ડો. યશરાજસિંહ ઝાલાએ સેવા આપી હતી.

આ હેલ્થ ચેક અપમાં લગભગ 150 બાળકોએ સેવાનો લાભ લીધો હતો.

તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ‘ તરુણાવસ્થા તથા તેને લગતી સમસ્યાઓ ‘ ઉપર ડો. રમેશ બોડા, બાળ રોગ નિષ્ણાંત, સાગર હોસ્પીટલ, દ્વારા વિશેષ લેક્ચર લેવામાં આવ્યું હતું. તેમજ સોશ્યલ મીડિયા અને તેની આડ અસરો પર ડો. ઉર્વી રૈયાણી, બાળ રોગ નિષ્ણાંત, ચિરાયુ હોસ્પીટલ, તથા છોકરીઓમાં માસિક ચક્રની સમજણ તથા તે સમયે લેવાની કાળજી પર, ડો. મિરલ આદ્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત, સદભાવના હોસ્પીટલ, દ્વારા વિવિધ વિડિયો તથા પ્રેસેંટેશન દ્વારા સમજણ આપેલ. જેમાં આશરે 100 બાળકો એ લાભ લીધેલ.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો તથા IMA Morbiના સેક્રેટરી ડો.હીનાબેન મોરી તથા પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયાના સહયોગથી કરવામાં આવેલ હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતાં રહે તો બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર