આઈસીડીએસના દલડી સેજાના ગાગીયાવદર ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ‘પ્રોજેક્ટ અભિમન્યુ’માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે અનુલોમ વિલોમ પ્રાણાયમ સહિતના હળવા યોગ કરાવવામાં આવ્યા હતા તથા યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.